વરસાદ આગાહિ: હાલ વરસાદ નો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. જેમા વરસાદે પોરબંદર, વેરાવળ જેવા જિલ્લાઓમા ભારે તારાજી સર્જી હતી. એવામા આગામી 5 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહિ કરી છે. તથા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે.
વરસાદ આગાહિ
ચોમાસાનો વરસાદ હાલ ગુજરાત સહીત દેશના અનેક રાજ્યોમાં ધોધમાર પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ ભારે તારાજે સર્જી છે. હાલ ભારે વરસાદ ને લીધે ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. વાદળો ફાટવાથી અને ભૂ સ્ખલનથી પર્વતીય રાજ્યોમાં ભારે તબાહી મચી રહી છે. હાલમા ભારે વરસાદ થી પોરબંદર મા ઘણુ નુકશાન ગયુ હતુ તો કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા ના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ (IMD) તરફથી 2 ઓગસ્ટે કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ, મેઘાલય, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ના રાજયોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.
ગુજરાત મા છે ભારે આગાહિ
ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી અપવામા આવી છે.
હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની પડવાની ચેતવણી આપવામા આવી છે અને આંધી વાવાઝોડાની ચેતવણી પણ અમુક વિસ્તારો માટે આપવામા આવી છે. ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી શકયતાઓ છે. ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી આગાહિ હવામાન વિભાગ તરફથી કરવામા આવી છે. સાથે સાથે માછીમારો ને દરિયામા ન જવા માટે સૂચના આપવામા આવી છે.
જિલ્લાવાઇઝ આગાહિ
હવામાન વિભાગે 3 ઓગસ્ટે ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ પડવાનીની ચેતવણી આપવામા આવી છે. આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા અને પંચમહાલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
4 ઓગસ્ટ ની વરસાદ ની આગાહિ જોઇએ તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહિ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપવામા આવ્યુ છે. હવામાન વિભાગે 5 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી ના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહિ આપી છે.
| Home Page | Click Here |
| Join Our Whatsapp Group | Click Here |

Good